શ્રી ચારસો ચુંવાળ વણકર પરગણા સંચાલિત
શ્રી ચુંવાળ વણકર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ

(રજી. નં. એફ/૫૭૫૫/ગુજ./૫૯૦૬/૯૭ તા. ૨૨-૧-૧૯૯૭)

 

સંસ્થાની સ્થાપના અને પ્રવૃતિઓ અંગેની ટુંકીવિગત

 

શ્રીચારસો ચુંવાળ વણકર પરગણામાં સમાવિષ્ટ થતાં ૬૨ ગામના શિક્ષિત યુવકોની ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત્ન એવોર્ડથી સન્માનિત થયેલા એવા મહામાનવ ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના પરિનિર્વાણ દિન નમિતે તારીખ ૬ ડિસેમ્બર ૧૯૯૨ ના રોજ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલ ક્રાંતી-કિર્તી સોસાયટીના મેદાનમાં બેઠક મળેલી હતી. આ બેઠકમાં ડો. બાબાસાહેબને શ્રધાંજલી અર્પણનો કાર્યક્રમ પુરો કરી, શ્રી ચારસો ચુંવાળ વણકર પરગણાના યુવકો તરફથી સમાજના બાળકોના અભ્યાસ અને સામાજિક ઉત્થાન થાય તે માટેની કોઈ એક સંસ્થાની રચના માટેનો સૌપ્રથમ વિચાર કરવામાં આવેલો. ત્યારબાદ સમાજના શિક્ષિત યુવાનો તરફથી આ દિશામાં આગળ વધવા માટે સમયાંતરે જુદા-જુદા સ્થળોએ બેઠકોનું આયોજન કરી, સઘન વિચાર વિમર્શ કર્યા બાદ, છેવટે શ્રી ચારસો ચુંવાળ વણકર પરગણામાં શૈક્ષણિક અને સામાજિક ઉત્થાનની પ્રવૃતિ હાથ ધરવા માટે ચુંવાળ વણકર સમાજ એજયુકેશન ટ્રસ્ટની રચના કરવાનું નક્કી કરવામાં આવેલું. આ ટ્રસ્ટની સરકારશ્રીના કાયદા મુજબ નોંધણી માટેની જરૂરી કાર્યવાહી પુર્ણ કરી, ટ્રસ્ટની ચેરીટી કમિશ્નરશ્રીની કચેરીમાં તા. ૨૨-૧-૧૯૯૭ ના રોજ નોંધણી કરાવવામાં આવેલી.

 

ત્યારબાદ આ ટ્રસ્ટ તરફથી સૌપ્રથમ સામાજિક ઉત્થાનની પ્રવૃતિની દીશામાં આગળ વધવા પ્રયત્નો શરૂ કરેલા. ચુંવાળ વિસ્તારમાં આવેલા મોટા ભાગના ગામો વરસાદ આધારિત ખેતી ઉપર નભતા ગામો છે. તેમાં પણ આ વિસ્તારના વણકર સમાજના ભાઈઓ મોટાભાગે ખેત મજુરી કરી, પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે. આવી વિકટ પરિસ્થિતિને કારણે વણકર સમાજના પ્રશ્નોની ચર્ચા વિચારણા તથા સામાજિક પ્રસંગો માટેની બેઠકનું આયોજન કરવા માટેનું કોઈ સારૂ સ્થળ કે મકાન ન હોઈ, આ ટ્રસ્ટ તરફથી શ્રી ચારસો ચુંવાળ વણકર પરગણામાં એક સારો હોલ તૈયાર કરવા માટેની દીશામાં પ્રયત્નો શરૂ કરવામાં આવેલા. એના પ્રયાસરૂપે શ્રી ચારસો ચુંવાળ વણકર પરગણાના ગામ એવા સુંવાળા (કટોસણ રોડ) મુકામે ટ્રસ્ટ તરફથી સર્વે નં. ૫૭/૧ ની ૨૯૪૫ ચો.મી.જમીન સને-૨૦૦૦ ની સાલમાં વેચાણ રાખવા માટેનું નક્કી કરવામાં આવેલું. પરંતુ જમીન ખરીદવા અંગેની મંજુરી, એન.એ.ની પરવાનગી તેમજ વૈચાણ દસ્તાવેજની કામગીરી જેવી કાયદાકીય કાર્યવાહી પુરી કરવામાં લગભગ ૭ થી૮ વર્ષ જેટલો સમય પસાર થઈ ગયેલો. છેવટે સને-૨૦૦૭ માં આ જમીનના વેચાણ દસ્તાવેજ અંગેની કાર્યવાહી પુર્ણ થતાં, સંસ્થા તરફથી સમાજના હોલના નિર્માણ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી. આ હોલના નિર્માણ માટે સમાજમાંથી દાનફાળો એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતાં, સમાજમાંથી શક્ય એટલો દાન ફાળો એકત્ર થયેલો. પરંતુ આ દાનફાળાથી સંસ્થા તરફથી સમાજના હોલ માટેનું જે આયોજન કરવામાં આવેલું હતું તે પુરૂં થઈ શકે તેમ ન હોઈ, ચુંવાળ વિસ્તાર, જે જુના ધંધુકા સંસદીય મત વિસ્તારમાં આવતો હતો, તે વિસ્તારના તત્કાલિન સંસદસભ્ય એવા માન. શ્રી રતિલાલ વર્માજીનો સંપર્ક સાધી, તેઓની સંસદસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી સમાજના હોલના (કોમ્યુનીટી હોલ) નિર્માણ માટે આ સંસ્થાને ગ્રાન્ટ ફાળવવા રજુઆત કરતાં, તેઓશ્રી તરફથી રૂપિયા ચાર લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી. પરંતુ આ ફાળવેલી ગ્રાન્ટ માટે જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરતા, ચુંવાળ પરગણાના કોમ્યુનીટી હોલ માટે તૈયાર થયેલા બજેટ એસ્ટીમેટની રૂપિયા બાવીસ લાખની રકમ સામે ફક્ત રૂપિયા ચાર લાખની ગ્રાન્ટ જિલ્લા આયોજન મંડળ તરફથી ફાળવવામાં આવેલી હતી અને તૈયાર થયેલા આ બજેટ એસ્ટીમેટ મુજબ કોમ્યુનીટી હોલના બાંધકામની કાર્યવાહી માટેની વહીવટી મંજૂરી પણ જિલ્લા આયોજન મંડળ તરફથી આપવામાં આવતાં, કાર્યપાલક ઈજનેરશ્રી તરફથી તેના સંદર્ભમાં ટેન્ડર અંગેની કાર્યવાહી શરૂ કરી, સંસ્થાને શ્રી વર્માજીના બજેટમાંથી ફાળવેલી રૂપિયા ચાર લાખની ગ્રાન્ટ સિવાય બાકીની ખુટતી રૂપિયા અઢાર લાખની રકમ જમા કરાવવા જણાવેલું. (જે રૂા. ૪,૦૦,૦૦૦/- ની ગ્રાન્ટ પણ ટેન્ડર પ્રક્રિયા અને કામ શરૂ થવાની પ્રક્રિયામાં થયેલ વિલંબના કારણોસર લેપ્સ જવા પામેલી! છે.). આ સંસ્થા તરફથી આ બાકી ખુટતી રકમ માટે માન. સંસદસભ્યશ્રી, માન. રાજયસભાના સભ્યશ્રી અથવા માન. ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી રકમ ફાળવવા માટેના પ્રયત્નો ચાલું હોવા અંગેની જાણ કાર્યપાલક ઈજનેરશ્રીને કરેલી છે. જે વિગતે સંસ્થાના હોદ્દેદારો તરફથી ચુંવાળ વણકર પરગણાના કોમ્યુનીટી હોલ માટે આપણા સમાજના રાજકીય અગ્રણી એવા માન. શ્રી મૂલચંદભાઈ રાણા (રહે. ગોકળપુરા) નો સંપર્ક સાધી રાજય સભાના સભ્યોની ગ્રાન્ટમાંથી વધુ ગ્રાન્ટ ફાળવવા છે માટે જરરી મદદ કરવા માટે રજૂઆત કરવામાં આવતાં, તેઓશ્રીના હકારાત્મક સહયોગથી આ સંસ્થાને શ્રી વિજયભા રૂપાણી માન. સંસદસભ્યશ્રી (રાજ્ય સભા) ની ગ્રાન્ટમાંથી રૂપિયા બે લાખ પચાસ હજાર ની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે ? ત્યારબાદ વધુ ખુટતી રકમ માટે આ સંસ્થા તરફથી આપણા સમાજના રાજકીય અગ્રણી એવા માન. શ્રી પ્રવિણભા રાષ્ટ્રપાલ, સંસદસભ્યશ્રી (રાજય સભા) નો રૂબરૂમાં સંપર્ક સાધી, સંસ્થાને ખુટતી ૨કમ માટે ગ્રાન્ટ ફાળવવા માટે રજુમા, કરતાં, માન. શ્રી પ્રવિણભાઈ રાષ્ટ્રપાલ તરફથી હકારાત્મક વલણ દર્શાવી સંસ્થાને પુરો સહયોગ આપવાની બાયો આપવામાં આવેલી અને પ્રાથમિક તબક્કે જ તેઓની સંસદસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી આપણી સંસ્થાને રૂપિયા પાંચ   લાખ
પુરા ની ફાળવણી કરી, તે અંગેનો પત્ર જિલ્લા આયોજન મંડળની કચેરીમાં મોકલી આપેલો અને બાકી રહેતી રકમ અંગે પણ માન. શ્રી રાષ્ટ્રપાલ સાહેબ તરફથી સને-૨૦૧૦-૧૧ ના વર્ષની ગ્રાન્ટમાંથી વધુ રૂા. ૫,૦૦,૦૦૦/- ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે.

 

ઉપરની વિગતે કોમ્યુનીટી હોલના નિર્માણ માટે સંસ્થાને અત્યાર સુધીમાં કુલ રૂપિયા બાર લાખ પચાસ હજારની ગ્રાન્ટની ફાળવણી થતાં, સુધારેલા પ્લાન એસ્ટીમેટની રકમ રૂ।.૧૬,૩૭,૦૦૦/- ની રકમમાં ખુટતી રકમ તરીકે જિલ્લા આયોજન મંડળની સૂચના મુજબ સંસ્થા તરફથી રૂ।.૪,૫૦,૦૦૦/- સરકારશ્રીમાં જમા કરાવવામાં આવતાં, સરકારશ્રી તરફથી સુધારેલા પ્લાન એસ્ટીમેટની રકમ મુજબ નવેસરથી ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરી કોમ્યુનીટી હોલના બાંધકામ અંગેનો કોન્ટ્રાક્ટ ખાનગી કન્સ્ટ્રકશન કંપનીને સુપ્રત કરવામાં આવેલો. જે કાર્યવાહી પુરી થયા બાદ કોન્ટ્રક્ટરશ્રી દ્વારા ફક્ત ચાર માસ જેટલા ટુંકા ગાળામાં આ કોમ્યુનીટી હોલનું નિર્માણ કાર્ય પુરૂ કરવામાં આવેલું છે. જે કોમ્યુનીટી હોલનો આજરોજ ઉપસ્થિત મહાનુભાવો તથા સમાજના ભાઈઓ તથા બહેનોની ઉપસ્થિતિમાં સમાજને અર્પણ વિધીનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે.

 

હાલમાં તૈયાર થયેલ કોમ્યુનીટી હોલ સંસ્થાને માન. સંસદસભ્યશ્રીઓ તરફથી ફાળવવામાં આવેલી ગ્રાન્ટ તથા સંસ્થા તરફથી સમાજમાંથી તથા લોક ફાળાથી એકત્ર કરેલ ભંડોળની રકમમાંથી તૈયાર થયેલ છે. જેનું નાણાકીય જોગવાઈને આધિન સરકારશ્રીના નિયમ અનુસાર બાંધકામ થયેલું છે. પરંતુ સમાજના વડીલો તથા દાતાઓશ્રી તરફથી હોલની બેઠક વ્યવસ્થાની ક્ષમતાને ધ્યાને લઈ, હજુ આ તૈયાર થયેલ હોલ જેટલું જ બીજુ વધારે બાંધકામ કરી, એક છત નીચે સંસ્થાના આગામી તમામ કાર્યક્રમોનું આયોજન કરી શકાય તેવા રચનાત્મક સુચનો સંસ્થાના હોદ્દેદારોને મળેલા છે. જે વિચાર/સૂચનોને મુર્તીમંત કરવા માટે આ સંસ્થાના હોદ્દેદારો કટીબધ્ધ થઈ તેના માટે જરૂરી એવા નાણાકીય ભંડોળની વ્યવસ્થા કરી, આગામી સમયમાં એક છત નીચે સમાજના તમામ કાર્યક્રમ યોજી શકાય તેવા વિશાળ કોમ્યુનીટી હોલનું નિર્માણ કરવા નિર્ધાર જાહેર કરેલો છે. જેના માટે સંસ્થાના હોદ્દેદારોને આ સમાજના દાતાશ્રીઓ તથા સંસ્થાને પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે પીઠબળ પુરૂ પાડનાર રાજકીય મહાનુભાવોમાં અતુટ શ્રધ્ધા અને વિશ્વાસ ધરાવે છે. જે ચોક્કસ રીતે પરીપુર્ણ થશે તેવી પાકી ખાત્રી અને ભરોસો છે.

 

નિર્માણ થયેલ કોમ્યુનીટી હોલમાં પાણીની પાઈપ લાઈન માટે થયેલ ખર્ચ પેટે રૂા.૬૦,૦૦૦/- ની ગ્રાન્ટ અમદાવાદ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના માજી ચેરમેનશ્રી શ્રી શંભુભાઈ એચ.પટેલ તરફથી ગત વર્ષ દરમ્યાન ફાળવવામાં આવેલી હતી. જેમાંથી કોમ્યુનીટી હોલથી ૧૦૦ ફુટ દુર સુધીના અંતરની પાઈપ લાઈન નાંખવાનું કામ પુર્ણ
કરવામાં આવેલું છે. બાકી રહેલી પાઈપલાઈન નાંખવાની કામગીરી સત્વરે પુર્ણ થાય તે માટે જરૂરી નાણાકીય ભંડેલ માટેની વ્યવસ્થા માટે શ્રી મૂળજીભાઈ પરમાર, સરપંચશ્રી સુંવાળા ગ્રામ પંચાયત તથા તાલુકા પંચાયત સદસ્યશ્રી આર.બી.પટેલના સહયોગથી કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. જે ટુંક સમયમાં પુર્ણ થશે તેવી આ સંસ્થાના હોદ્દેદારોને પુરી ખાત્રી છે.

 

નિર્માણ થયેલ ઉક્ત કોમ્યુનીટી હોલની સંરક્ષણ દિવાલની કામગીરી માટે થનાર ખર્ચની રકમ પેટે રૂપિયા બે લાખ ની ગ્રાન્ટ દોત્રોજ-રામપુરા તાલુકા પંચાયત હસ્તકના ભંડોળમાંથી માન. શ્રી રસીકભાઈ આર.પટેલ, માજી. આધ્યશશ્રી, ’ કારોબારી સમિતિ, દેત્રોજ-રામપુરા તાલુકા પંચાયત તથા માન. શ્રી દિનેશભાઈ શ્રીમાળી, માજી, અધ્યક્ષશ્રી, સામાજીક ન્યાય સમિતિ, દેત્રોજ-રામપુરા તાલુકા પંચાયતના સંયુક્ત યોગદાનથી આ સંસ્થાને ફાળવણી કરવામાં આવેલીહતી. જેની ફાળવણી માટેની જરૂરી કાર્યવાહી જિલ્લા આયોજન મંડળ તથા તાલુકાં પંચાયતના પરામર્શમાં ચાલુમાં છે. જેની મંજુરી ! મળેથી, ટુંક સમયમાં સંરક્ષણ દિવાલની કામગીરી શરૂ કરવામાં આવશે.

 

વધુમાં આ સંસ્થાની સમાજના કોમ્યુનીટી હોલના નિર્માણ માટેની કાર્યવાહી ચાલું હતી, તે દરમ્યાન જે જગ્યા ઉપર હોલનું નિર્માણ થનારા છે, તેની બાજુમાં આવેલી મોજે – સુંવાળાના સર્વે નં. ૫૭/૨ તથા ૫૮/૧ ની ૯૭૧૩ ચો.મી જમીન વેચાણ મળી શકે તેમ હોવાનું જણાતાં, સંસ્થાની ભવિષ્યની શૈક્ષણિક પ્રવૃતિના આયોજનને ધ્યાને લઈ, આ જમીન સંસ્થાના નામે વેચાણ રાખવા માટેની કાયદા મુજબની જરૂરી મંજુરી જિલ્લા કલેકટરશ્રી, અમદાવાદ પાસેથી મેળવી સંસ્થાના નામે કાયદેસરનો રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરાવી લેવામાં આવેલો છે. આ વેચાણ દસ્તાવેજ આધારે મહેસુલી રેકર્ડમાં સર્વે નં. ૫૭/૨ તથા ૫૮/૧ ની ૯૭૧૩ ચો. મી. જમીનના કબજેદાર તરીકે સંસ્થાનું નામ દાખલ કરવા માટેની જરૂરી ફેરફાર અંગેની નોંધ હક્કપત્રકમાં કરાવવામાં આવેલી છે. જે નોંધ સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત કરવામાં આવતાં, રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી વેચાણ રાખેલી આ જમીનના કબજેદાર તરીકે સંસ્થાનું નામ દાખલ થયેલું છે. આ જમીનની બીનખેતીની મંજુરી અંગેની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે.

 

ચુંવાળ વિસ્તારમાં રોજગારલક્ષી અભ્યાસ માટેની કોઈ તાલીમાં સંસ્થા નજીકના સ્થળે આવેલી નથી. જેથી આ વિસ્તારના બાળકોને આવા અભ્યાસ માટે મહેસાણા, કડી, કલોલ અથવા વિરમગામ મુકામે દુર સુધી જવું પડે છે. જે વિગત ધ્યાને લઈ, આ સંસ્થા તરફથી નવી વેચાણ રાખેલી જમીનમાં રોજગારલક્ષી અભ્યાસ માટેની તાલીમ સંસ્થા શરૂ કરવાનું સક્રિયપણે વિચારણા હાથ ધરેલી છે. જેના કારણે આ સંસ્થામાં તાલીમ મેળવેલ કોઈપણ વ્યક્તિ કુશળ તાલીમાર્થી તરીકે ' નજીકમાં આવેલ કડી, ક્લોલ, વિરમગામ, મહેસાણા જી.આઈ.ડી.સી. માં આવેલ કોઈપણ ઔદ્યોગિક યુનીટમાં ફરજ
બજાવી, રોજી કમાઈને પોતે સ્વમાનભેર જીવી શકે અને પોતાના કુટુંબનું જીવનનિર્વાહ ચલાવી શકે. આ ઉદ્દેશ સાથે આ સંસ્થા આગળ વધી રહી છે. આ ઉદેશને મૂર્તિમંત કરવા માટે સંસ્થા તરફથી ગુજરાત સરકાર તરફથી ઔદ્યોગિક તાલીમ સંસ્થાની માન્યતા મેળવવા માટે રજીસ્ટર્ડ સંસ્થાઓ પાસેથી અરજીઓ રજુ કરવા માટેની જાહેરાત આપવામાં આવતાં, આ સંસ્થા તરફથી પોતાની જમીનમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા માટેનું મકાન તૈયાર ન થાય ત્યાં સુધી કટોસણ રોડ મુકામે ઔદ્યોગિક તાલીમ સંસ્થા માટે ભાડેથી પણ મકાન રાખી, તેમાં પ્રાથમિક તબક્કે જુદા-જુદા ત્રણ ટ્રેડના અભ્યાસ ક્રમ શરૂ કરવા માટેની માન્યતા આપવા જરૂરી ફી તથા ડિપોઝીટની રકમ ભરી, અરજી રજૂ કરવામાં આવેલી હતી. જે અરજી ભાડે રાખવા વિચારેલા મકાનમાં આઈ.ટી. આઈ. ના વર્ગો માટેના જરૂરી એવા ઓરડાઓ તથા વીજ જોડાણ ઉપલબ્ધ ન હોવાના કારણોસર માન્યતા માટેની અરજી દફતરે કરવામાં આવેલી છે.

 

સંસ્થા તરફથી ઔદ્યોગિક તાલીમાં સંસ્થાના નિર્માણ માટે સમાજમાંથી મળેલ દાન-ફાળા માંથી ૯૭૧૩ ચો.મી. જમીન વેચાણ રાખવામાં આવેલી છે. જેમાં કાયદાની જોગવાઈ મુજબ બાંધકામ માટે બીનખેતીની પરવાનગી મેળવવા માટે દેત્રોજ - રામપુરા, તાલુકા પંચાયત કચેરીમાં જરૂરી આધાર-પુરાવા અને પ્લાન સાથે અરજી કરવામાં આવેલી છે. જે અરજીના સંદર્ભમાં તાલુકા પંચાયત તરફથી પણ જરૂરી બીનખેતીની પરવાનગી માટે કાયદા અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. જે કાર્યવાહી પુર્ણ થયેથી સંસ્થાને ઔદ્યોગિક તાલીમ સંસ્થા માટેની બીનખેતીની પરવાનગીનો હુકમ પણ મળી જશે. આ સંજોગોમાં બીનખેતીની પરવાનગીના હુકમ બાદ, સંસ્થાને ઔદ્યોગિક તાલીમ સંસ્થાના મકાનના બાંધકામ માટે મોટી રકમની જરૂરીયાત ઉભી થાય તેમ છે. આ સંસ્થાના હોદેદારોને આજદિન સુધી સમાજના દાતાઓતથા જુદા-જુદા રાજકીય અગ્રણીઓ તરફથી કોમ્યુનીટી હોલના નિર્માણ માટે તેમજ જમીનની ખરીદી માટે જે સાથ અને સહકાર પ્રાપ્ત થયો છે તે જોતાં, ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નિર્માણ માટે આશરે જે રૂપિયા પચાસ લાખ જેટલી માતબર રકમની જરૂરીયાત ઉભી થયેલી છે તે પણ સમાજ તથા રાજકીય અગ્રણીઓના સાથ અને સહકારથી પુરી કરવા માટે કટીબધ્ધ છીએ.