શ્રી ચારસો ચુંવાળ વણકર પરગણા સંચાલિત

ચુંવાળ વણકર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ

  • Home
  • About Us
  • Trustee
  • વ્યક્તિ વિશેષ
  • Gallary
  • બંધારણ
  • આગામી વિચારો
  • Donate
શ્રી ચારસો ચુંવાળ વણકર પરગણા સંચાલિત

ચુંવાળ વણકર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ

  • Home
  • About Us
  • Trustee
  • વ્યક્તિ વિશેષ
  • Gallary
  • બંધારણ
  • આગામી વિચારો
  • Donate

સ્વ. શેઠશ્રી નારણભાઈ રણછોડદાસ ચૌહાણ

 

 

પ્રમુખ - ઉત્તર ગુજરાત દલિત સમાજ, માજી કાઉન્સીલર, અમ.મ્યુ. કોર્પોરેશન અમદાવાદ સંરક્ષક “અત્યંજ પત્રિકા”

સભ્ય - બેકવર્ડ ક્લાસીસ બોર્ડ, બૃહદ મુંબઇ રાજ્ય, સભ્ય- શ્રીમાયા-રોહિદાસ વંશીયસભાગૃહ ફંડ, અમદાવાદ.

સભ્ય - અમદાવાદ સ્કુલબોર્ડ, અમદાવાદ.

 

શેઠ સ્વ. નારણભાઈ રણછોડભાઈ ચૌહાણની જીવન ઝરમર

 

સ્વ. નારણભાઈ રણછોડદાસ ચૌહાણ જેઓનું વતન ગામ - અધાર જે હાલમાં અશોકનગર તરીકે ઓળખાય છે,

પોતાના વતનનું નામ અધાર હતું તેથી જ તેઓ નારણભાઇ અધારા તરીકે ઓળખાતા હતા. શેઠશ્રી નારણભાઇ

ચૌહાણ ઉત્તર ગુજરાત દલિત પરિષદોનાં પાંચ-પાંચ અધિવેશનોનાં પ્રમુખ હતા. તેઓ બૃહદ મુંબઇ દ્વિભાષી રાજ્યના

બેકવર્ડ કલાસ બોર્ડના સભ્ય રહી ચૂક્યા હતા.

 

તેમનું વ્યક્તિત્વ જાજરમાન હતું. તેઓએ તે સમયમાં સિનિયર સુધી અભ્યાસ કરેલો હતો. તેઓ ૧૯૨૮માં અમદાવાદ

મ્યુનિસિપલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યપદે રહ્યા હતા, ત્યારબાદ તેઓ અમદાવાદ મ્યુનિસિપલ

કાઉન્સીલર તરીકે પણ ચૂંટાયેલા હતા અને તે વખતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કમિટિઓમાં મોખરાનું

સ્થાન શોભાવ્યું હતું. જ્યારે તેઓ કાઉન્સીલર હતા તે સમયમાં ભારતના લોખંડી પુરુષ અને આઝાદ ભારતનાં

ઘડવૈયા એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુનિસિપાલટીનાં પ્રમુખ હતા. શ્રી નારણભાઇ ચૌહાણે દલિત વર્ગોની

અનેક સોસાયટીઓની સ્થાપના કરી હતી, અને નિર્માણ કર્યુ હતું આ પ્રેરણા સ્વ. પ્રિતમરાય વજરાય દેસાઇનો પણ

સાથે હતો. શ્રી નારણભાઈ ચૌહાણે સને ૨૯-૨-૧૯૩૨માં ધી અમદાવાદ પિપલ્સ કો. ઓ. બેંકની સ્વ. પ્રિતમરાય

વજરાય દેસાઇના સહયોગથી સ્થાપના કરી હતી.

 

તેમણે બાંધેલી અને નિર્માણ કરેલી ઘણી દલિત સોસાયટીઓ જેવી કે પ્રિતમપુરા સોસાયટી નં. ૧-૨, ગિરધરનગર

, ગજાનંદ સોસાયટી, સિવિલ, રાધેશ્યામની ચાલી, નિર્મળપુરાની ચાલી, સરસપુર, વિજયનગર હાઉસીંગ સોસાયટી

નંબર ૧-૨, કાંકરિયા તથા બીજી અનેક સોસાયટીઓનું બાંધકામ તથા નિર્માણ તેઓએ કર્યું હતું અને આ રીતે

દલિત વર્ગોના માણસોને રૂા. ૪૦૦ થી રૂા. ૬૦૦ની નજીવી કિંમતમાં ધાબાવાળા પાકા મકાનોમાં રહેતાં કર્યા હતાં.

 

અમદાવાદમાં કાંકરિયા પારસી અગિયારી પાસે આવેલા બગીચામાં સ્વ. નારણભાઇ રણછોડદાસ ચૌહાણ

અભ્યાસગૃહ ચાલે છે, જેમાં દર વર્ષે તમામ શાખાનાં લગભગ ૧૫૦ થી ૨૦૦ વિદ્યાર્થીઓ તેમની ભાવી કારકિર્દીનું

ઘડતર કરે છે. તેઓએ તેમના વતન અશોકનગર (અધાર)માં પણ એક શાળાનું નિર્માણ તથા બાંધકામ કર્યુ હતું ત્યાં

આજે પણ વિદ્યાર્થીઓ તેમની ભાવી કારકિર્દીનું ઘડતર કરે છે.

 

તેમનું અવસાન ૭-૧૦-૧૯૬૪ના રોજ થયું હતું પણ તેઓનું નામ હંમેશ માટે તેમણે સમાજ માટે કરેલ સેવાઓને લઇને

લોકોનાં હૃદયમાં જળવાયેલ છે.

 

સૌજન્ય :

સ્વ. શેઠશ્રી નારણભાઈ રણછોડદાસ ચૌહાણ પરિવાર ગામ : અશોકનગર, તા. દેત્રોજ-રામપુરા, જિ. અમદાવાદ ૧૦, વિજયનગર હાઉસીંગ સોસાયટી, કાંકરિયા, અમદાવાદ.

Photo attached – નારણભાઈ રણછોડદાસ ચૌહાણ

Contact Us

  • chuvaledu@gmail.com
  • +91 9033000975
  • Developed By - QuantumAIinnovation
  • Email - quantumaiinnovation@gmail.com
  • Contact on +91 90330 00975
© chuvaledu.org 2025, Powered by Astroid. Design by Astroid Framework
  • Privacy
  • Terms of Use
  • Policy
  • Home
  • About Us
  • Trustee
  • વ્યક્તિ વિશેષ
  • Gallary
  • બંધારણ
  • આગામી વિચારો
  • Donate