Donate

*" જનની જણ તો ભગત* *જણ ,* 
*કાં* *દાતા કાં શૂર વીર,*

*નહીંતર રહેજે વાંઝણી મત* *રે ગુમાવજે નૂર . "*

 

*ચુંવાળ પરગણાનું* *અને* *ચુંવાળ વણકર* *સમાજ એજ્યુકેશન* *ટ્રસ્ટનું* *અહોભાગ્ય...........*

*ચુંવાળ પરગણાના*

*સેવાભાવી* *સમાજસેવક* *દાતાશ્રીની દાન* *આપવાની અને દાન* *લાવવાની*  *" બેવડી દાતારી " ને* *કોટિ કોટિ* *પ્રણામ......*

*અનામી* *દાતારોને પણ લખ* *લખ વંદન.*

 

*શૂરવીર* *દાતાશ્રીઓ અને તેમની* *જનેતા માતાઓ* *( મા - બાપ )ને* *નત મસ્તક* *સાષ્ટાંગ દંડવત પ્રણામ.*

 

જેમની પાસે છે,અને જે સમાજને સત્કાર્યમાં આપે છે , એવા દાતાની દાતારીને બિરદાવવી   પડે ,..‌...!!!!!

પણ ,

જેમની પાસે છે અને એમની પાસે જઈને   મેળવવું - અપાવવું ,   તો  *ડબલ દાતારી* કહેવાય ,

 દાન દેનાર દાનવીર દાતાની  દાતારી .

અને ,

દાન અપાવનાર પ્રેરક દાતાની દાતારી.એટલે *" બેવડી દાતારી."*

*_આવી બંને દાતારી* *નો સુભગ*  *સંગમ ,સમન્વય* *એટલે ,*

*ચુંવાળ પરગણાના* *સમાજરત્ન, વણકર* *ભામાશા*

*ચુંવાળ વણકર* *સમાજ એજ્યુકેશન* *ટ્રસ્ટના ચીફ પેટ્રન,*

*ડબલ દાતા શ્રીમાન* *હરગોવિંદભાઈ પી.* *સોલંકી.*

એક અનેરો અદ્દલ વિચાર ,-----,

ચુંવાળ પરગણાના

મા - બાપ વિહોણા એટલે કે અનાથ , મા કે બાપ બંનેમાંથી એકની હયાતી હોય એવા ,ગરીબ પરિવારના જરૂરતમંદ વિદ્યાર્થી ભાઈ બહેનો , આર્થિક કારણોસર જેમનો અભ્યાસ ,ભણતર , અટકે નહીં , પોતાની ભાવિ કારકિર્દી અને ઉજ્જવળ ભવિષ્ય અકાળે રોળાય નહીં, અને આગળ જતાં    જીવનની અલાયદી કેડી કંડારીને ,પગભેર અને સ્વમાનભેર સમાજમાં ઉચ્ચ મસ્તિકે  ઈજજતભેર  જીવી શકે એવા શુભાશયથી  ,આવા બાળકોના શૈક્ષણિક ભવિષ્ય માટે સહાયભૂત થવા માટે એક ફંડ ઉભું કરી , દર વર્ષે તેના વ્યાજની રકમમાંથી  અભ્યાસ લગત સહાય ચુકવી શકાય તે માટે ,

*દાતા શ્રી* *હરગોવિંદભાઈ પી* *સોલંકી. ,ગામ* *સુંવાળાએ પોતાની રૂ.* *૫૧,૫૧,૪૬૨/-* *એકાવન લાખ* *એકાવન હજાર* *ચારસો બાસઠની* મહામૂલી માતબર રકમનું દાન આપેલ છે.

પોતાના અંગત સંબંધો જેમણે પોતાના માટે નહીં પણ સમાજ માટે ન્યોછાવર  કરી ,પોતાની ગુડવીલ એન્કેશ કરીને એનો લાભ સમાજને આપેલ છે . 

આવા

*દાન પૂરતા અનામી_* *રહેલ* *દાતાર પાસેથી રૂ.* *,૦૦,૦૦૦/- નવ* *લાખ જાહેર* *કરાવી ,અને* *હમણાં દાનની*  * રકમ* *ટ્રસ્ટમાં* *જમા કરાવી* *છે‌ ,*

એટલું નહીં ,

એટલેથી નહીં. અટકતાં ,

પોતાના અંગત સોર્સથી 

બીજા એક દાતા ,

અરે , દાતાની પણ  દાતારી તો જુઓ ,

*ક્યાંય પોતાનું કે* *પરિવારના  કોઈનું* *નામ માત્ર* *નહીં , એવા* *દાન માટે* *અનામી રહેલા બીજા*  *દાતાશ્રીએ* *રૂ,૧૦,૦૦,૦૦૦/- દસ* *લાખના દાનની* *ઘોષણા કરી* *અને * *સન્માનજનક* *મહામૂલી રાશિ અર્પણ* *કરેલ છે.* 🙏

ચુંવાળ વણકર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ત્રણેય દાતાશ્રીઓને  ખોબલે ખોબલે અનહદ અભિનંદન ,

અંતરના શુભાશિષ અને ખૂબ ખૂબ આભાર.👏👏

*શ્રીમાન* *હરગોવિંદભાઈ પી.* *સોલંકી* *_સાહેબની ની એક " નેમ "આજે_* *છતી કરૂં* *છું.*

*" આવા શૈક્ષણિક* *સહાય* *ફંડની* *રકમ* *રૂ.,૦૦,૦૦,૦૦૦/-* *એક કરોડ રૂપિયા* *નિર્ધારિત* *_કરી* *_છે._* *"*

જે પૈકી ,

રૂ. ૭૦,૫૧,૪૬૨/- સિત્તેર લાખ એકાવન હજાર ચારસો બાસઠ તો આપ્યા અને અપાવ્યા ( લાવ્યા ) છે અને બાકીના ૩૦,૦૦,૦૦૦/- ત્રીસ લાખ ઝડપથી લાવી આપશે એવા  સક્ષમ છે ,

આપણા દાનવીર દાતા  સમાજરત્ન અને શૈક્ષણિક સહાય ફંડના પ્રેરક દાતાશ્રી એચ.પી.સોલંકી સાહેબ અને પરિવાર  સહ બંને અનામી રહેલા દાનવીર દાતા સાહેબશ્રીઓને પુનઃ ખૂબ ખૂબ અભિનંદન ,ધન્યવાદ , અઢળક શુભેચ્છાઓ .